new

એક્ઝામ સમયે બાળકો માટે 5 ડાયટ ટિપ્સ



એક્ઝામ દરમિયાન જો બાળક હેલ્ધી ડાયટ લેતું હોય તો તેનામાં ચપળતા તથા એકાગ્રતા સુધરશે સાથે બાળકનું ડાયટ સમતોલ જળવાઇ રહે છે. અહીં આપેલી ટિપ્સ દ્વારા તમે એક્ઝામ સમયે તમારા બાળકનો ડાયટ પ્લાન બનાવી શકો છો.

1. પર્ફોર્મન્સને લઇને ચિંતિત બાળકો બ્રેકફાસ્ટ પ્રત્યે બેદરકાર બને છે. દિવસનો પહેલો ખોરાક તેમને ઉર્જા આપે છે સાથે તેના કારણે એકાગ્રતા પણ વધે છે. ભૂખ્યા પેટે બાળકો ભણવા પ્રત્યે જોઇએ તેવું ફોકસ કરી શકતા નથી.
2. મગજને બ્લડશુગરનો સપ્લાય થવો જરૂરી છે. એના માટે સારા પ્રમાણમાં ન્યુટ્રિશિયન મળી શકે તેવો આહાર લેવો જરૂરી છે. જે તેને ડ્રાયફ્રુટ્સ, આખા ધાન્ય, શાકભાજી વગેરેમાંથી મળે છે. એક્ઝામ દરમિયાન બાળકને ભરપેટ જમાડવાનો આગ્રહ છોડીને થોડા-થોડા અંતરે જમવાનું આપો. આ રીતે જમવાથી તેને ઊંઘ આવતી નથી તેમજ એકાગ્રતા પણ આવે છે.
3. બાળકને પ્રોટીનયુક્ત આહાર આપો. પ્રોટીન બાળકની મેમરીને રેગ્યુલેટ કરવામાં તેમજ શીખવા માટેની ઉત્સુકતા તેમજ મૂડ લાવવામાં મદદ કરશે. પ્રોટીનયુક્ત આહારમાં એમિનો એસીડ હોય છે. જે લોહી અને મગજને પોષણ પુરૂં પાડે છે જેના કારણે બાળકનું ભણવામાં ધ્યાન લાગે છે તેમજ તે એક્ટિવ રહે છે
4. ઘણાં બાળકોને એક્ઝામના ટાઇમમાં ઝાડા કે ડિહાઇડ્રેશન થવાની સમસ્યા સર્જાતી હોય છે. ટેન્શનના કારણે આવું સંભવી શકે છે. આથી બાળકોના સ્ટડી ટેબલ આગળ ભરેલી પાણીની બોટલ રાખો. સતત પાણી પીવાથી તેની પાચન શક્તિ સાથે તેનો મેટાબોલિઝમ રેટ પણ સુધરશે. જો બાળકો સતત પાણી પીવાનું અવોઇડ કરતાં હોય તો તમે તેને અમુક ટાઇમના અંતરે છાશ, જ્યુસ, લીબું પાણી અને ગ્રીન ટી પણ આપી શકો છો.
5. હાઇ એનર્જી ધરાવતા ફૂડ જેવા કે કોફી, ચા, ચોકલેટ જેવા પદાર્થોના અતિશય સેવનથી બચવું જોઇએ. આવા પદાર્થો શરીરને તાત્કાલિક એનર્જી તો આપે છે પણ વધુ પડતું સેવન સ્વાસ્થ્યને જોખમાવે છે.

Post a Comment

1 Comments

  1. નિખિલભાઇ, ગ્રાન્ટેડ હાઇસ્કુલ આચાર્ય ભરતી ના કોઇ સમાચાર છે ? વેકેશન પહેલા જાહેરાત આવશે કે નહી ? HTAT મા 165 માર્ક્સ છે.હાઇસ્કુલના શિક્ષકો માથી તો ફક્ત તમારો એકલા નો જ બ્લોગ છે.અભિનંદન.

    ReplyDelete