new

મોદી-ઓબામાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, ઓબામાએ નમસ્તેથી કરી શરૂઆત




આજે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સમગ્ર દિવસના કાર્યક્રમના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને દેશના અગ્રણી નેતાઓએ પરમાણુ કરારને આગળ વધારવાની અને તે ઉપરાંત આર્થિક વેપાર ક્ષેત્રે સમૃદ્ધી લાવવાની વાત કરી હતી.

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓબામાના સંબોધનની હાઈલાઈટ્સ

  • ટેક્નોલોજી દ્વારા વિકાસ વધારીશું
  • રક્ષા ક્ષેત્રે વિકાસ કરી શકાય તે માટે પણ બંને દેશો વચ્ચે વાત થઈ છે
  • મંગળવારે લોકો સાથે વાત કરવાની રાહ જોઉ છું
  • અમે સાથે મળીને લોકોના જીવન સારા બનાવીશું
  • અફઘાનિસ્તાનમાં ભારતનો રોલ મહત્વનો છે
  • અમેરિકાની સફળતા માટે ભારતનો સાથ જરૂરી છે
  • બંને દેશોના આર્થિક સંબંધોને આગળ લઈ જવામાં આવશે
  • અમે પરમાણુ કરારના અમલ બાબતે આગળ વધ્યા છીએ
  • અમે આ સંબંધોને ઉંચાઈ પર લઈ જઈશું
  • ભારત-અમેરિકાના સંબંધોને મજબૂતી મળશે
  • મારું ઘણું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું તે માટે આભાર
  • ભારતમાં ફરી આવીને સારુ લાગ્યું
  • મને અહિ બોલાવવા માટે નરેન્દ્ર મોદીનો આભાર
  • પ્રેસ કોન્ફરન્સની શરૂઆત નમસ્તેથી કરી

પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના સંબોધનની હાઈલાઈટ્સ

  • આતંકવાદી મુદ્દે કોઈ ભેદભાવ રાખવામાં નહિ આવે
  • રક્ષા અને સમુદ્રી સુરક્ષામાં બંને દેશો એક બીજાને સહયોગ કરશે
  • રક્ષા ક્ષેત્રના કરારને વધારે ઉંચાઈ પર લઈ જવામાં આવશે
  • છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશોમા સંબંધોમાં વિશ્વાસ આવ્યો છે
  • ઓબામા પણ ટેક્નોલોજીનો પૂરો ઉપયોગ સારી રીતે સમજે છે
  • પરમાણુ કરારના વ્યવસાયિક પરિણામો હવે જોવા મળશે
  • રાષ્ટ્રપતિ હોવા છતા બીજી વખત ભારત આવ્યા તે સંબંધોનું મહત્વ જણાવે છે
  • તેઓ ખૂબ વ્યસ્ત છે છતાં તેમણે આટલો સમય ફાળવ્યો તે બદલ ખૂબ આભાર
  • 26 જાન્યુઆરીએ ચીફ ગેસ્ટ બનવા માટે તેમનો આભાર
  • ભારત-અમેરિકા સ્વાભાવિક મિત્રો છે
  • બંને દેશોના સંબંધો વધારે મજબૂત બન્યાં છે
  • મહેમાન બનવા બદલ આભાર માન્યો
  • અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફર્સ્ટલેડી મિશેલનું સ્વાગત છે

Post a Comment

0 Comments