new

સંઘ ની સરકાર સામે લડત

                              હજુ થોડાજ સમય પહેલા સરકાર શ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા જે સહાયક મિત્રો ની નિમણૂક ૨૦૦૬ ના રોજ  થઇ હતી તેવા ૧૫૦  મિત્રો ને દર મહિના ના ૫00 લેખે હજારો ની પગાર તફાવતની
રકમ પરત માગી હતી જે ના સામે માધ્યમિક  સંઘનો  ઉગ્ર વિરોધ કરતા સરકાર સાથે તા.૬/૯/૨૦૧૩ ના રોજ બેઠક છે.જે માં સફળતા મળે તેવી ૧૦૦% શક્યતા દેખાઇ રહી છે..

માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે 

                          હજુ બીજો સાળગતો પ્રશ્ન એ છેકે જેમાં  કેટલાક શિક્ષક મિત્રો માધ્યમિક માથી ૨૦૧૨ મા
 H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય  ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે  તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.

                                 તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં  સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે.

                         તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા

                    ૧.  સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી 
                    ૨.  તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
                    ૩.  માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
                    ૪.પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
 
             ઉપરોક્ત બધાજ  મુદ્દાઓ ની એવી  ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ  અભ્યર્થના.......

                   આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન 
બધાએ  ૭૮૭૪૩ ૯૬૩૮૩  પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય